Friday 2 March 2012

ખેલ મહાકૂંભ્-૨૦૧૧

વિદ્યાર્થી અને શિક્ષકમાં ઈતરવાંચન દ્વારા તેમની મૌલિકતા ભાષા અભિવ્યકિતમાં તથા વિવિધ કૌશલ્યો, સામાજિક જાગૃતતા, દેશપ્રેમ, રાષ્ટ્રિયતાનો ખ્યાલ તથા તેમાં રહેલી અન્ય શક્તિઓ વિશેષ વાંચન દ્વારા પોતાની કારકિર્દી ઘડતર માટે જરૂરી છે. તેના દ્વારા સામાન્ય જ્ઞાનની વૃધ્દ્રિ થાય છે. દેશ વિદેશથી માહિતગાર થાય છે. આ હેતુસર ગત વર્ષની માફકશાળામાં- વાંચનપર્વ ઉજવવામાં આવ્યું.

જેમાં ધોરણવાર અને પોતાની ક્ષમતા અનુસાર તમામ વિદ્યાર્થીઓ વાંચતા થાય તે માટે શિક્ષકોના સહયોગથી જુદા-જુદા પ્રકારના પુસ્તકો દ્રારા વિદ્યાર્થીઓમાં વાંચનપ્રેમની ઓળખ તૈયાર કરવામાં આવી.
દરેક વિદ્યાર્થીને વેકેશનમાં પોતાની રસ અને રૂચિ અનુસાર પુસ્તકો વાંચવા આપવામાં આવ્યા અને આ પુસ્તક માંથી સૌથી વધારે પસંદ આવેલ પ્રસંગ વિશે પોતાની મૌલીકતા ખીલવવા પોતાની જાતે કઈક લખે તેવું આયોજન કરવામાં આવ્યું.
અલગ અલગ ગ્રૃપમાં સફારી, વિજ્ઞાન દર્શન, જુદા-જુદા વૈજ્ઞાનિકો અને તેમના જીવન પરિચયની પુસ્તિકાઓ, વિવેક સુધા, બાલવિર, જેવા સામાયિકો અને પુસ્તકો મહાપુરૂષ ના જીવન ચરિત્રો પરના વાંચવા માટે આપવામાં આવ્યા.
હર વર્ષની માફક શાળાની પ્રાર્થના સભામાં ધોરણવાર મહાન વ્યક્તિની પુસ્તિકાઓ બાળકોને અગાઉથી વાંચવા આપી તેમના પર પ્રાર્થના સભામાં તે વ્યકિત પર પોતાનું પ્રવચન આપે તેવું આયોજન કરવામાં આવ્યું.
આ ઉપરાંત સમાચાર પત્રોમાં આવતા જુદાજુદા વિજ્ઞાનના લેખો, સાહિત્ય પરના લેખો, સામાન્ય જ્ઞાનની માહીતિઓ પોતે જાતે જ એકઠી કરી જુદા જુદા વિજ્ઞાનમંડળ, ગણિતમંડળ, સાહિત્યમંડળ જેવા મંડળોની સ્થાપના કરી શાળાના નોટિસ બોર્ડ પર પોતે જ લગાવે અને તમામ વિદ્યાર્થીઓઆ માહિતી વાંચતા થાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું.
આ ઉપરાંત કોઈ પણ મહાન વ્યકિતની જન્મ તેમજ મૃત્યુ તીથી અંગે અને તેમના જીવનચરિત્ર તથા તેમની વિશેષતાઓની વાત આ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષકમિત્રો આપે કે જેથી બાળકો તેમના વીશે વધારે વાંચવા અને ઈતર વાંચનની ભુખ ઉધડે તેવા પ્રયત્નો કરીને વિદ્યાર્થી માત્ર પરિક્ષાર્થી ન રહેતા વિદ્યાર્થી બની શકે. તેવી હેતુ ચરિતાર્થ કરવાનુ આયોજન કરવામાં આવ્યું.

ગુણોત્સવ 2010